જો આપણે Umba Hanuman Mandir ની વિશેષતા વિશે વાત કરીએ તો તે એક ખૂબ જ પ્રાચીન મંદિર છે જે ઉબા નામના ઝાડની નીચે બનેલું છે. પહેલા ત્યાં મોટા હનુમાનજી મહારાજની મૂર્તિ હતી, બાદમાં નવું મંદિર બનાવવામાં આવ્યું અને મંદિરને પવિત્ર કર્યા પછી ત્યાં મોટા હનુમાનજીની સ્થાપના કરવામાં આવી. હાલમાં હનુમાનજીની મૂર્તિ દેખાય છે. નજીકમાં રામજી મંદિર પણ બનેલું છે. મંદિરના પાછળના ભાગમાં ઉંબેશ્વર મહાદેવનું પવિત્ર શિવલિંગ છે, તે શિવલિંગની સ્થાપના મંદિરમા કરવામાં આવી છે, ઉબેસ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા 21/08/2023 રોજ કરવમા આવેલી છે.
જો હું તમને મંદિરની વિશેષતા વિશે કહું તો, ઉંબા હનુમાનજીની મૂર્તિ એટલી જાજરમાન છે, ત્યાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે, તમે વ્યવસાય, સંતાન, માંદગી વગેરે સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો. દાદા ને આગળ બેસવાનું હાથ જોડીને નમસ્કાર કરવા પછી બંને હાથ દાદાની મૂર્તિ ઉપર રાખવાના અને કહેવાનું જો દાદા તમારી ઈચ્છા હોય અને હું પૂછું એ પ્રશ્ન સાચો હોય તો મૂર્તિ ઉઠી જાય અને પૂછેલો પ્રશ્ન ખોટો હોય તમારું કામકાજ થાય એમ ના હોય તો મૂર્તિ ચોંટી જાય
EX. દાદા તમારા આશીર્વાદ હોય તો મારી મકાન લેવાની ઇચ્છા છે જો મકાન લેવામાં મારો ફાયદો હોય તો મૂર્તિ ઉંચી થઈ જાય અને મકાન લેવામાં મને નુકસાની હોય તો મૂર્તિ ચોંટી જાય.
Umba Hanuman Mandir
જીતુભાઈ કુંભાણી ત્યાં સેવાનું કાર્ય કરી રહ્યા છે તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો જીતુભાઈ નો સંપર્ક કરવો
Mo: – 99091 60038
Umba Hanuman Mandir Location
ગામ:- રોજઘાટ ધામ:
તાલુકો: દેડિયા પાડા
જીલ્લો: નર્મદા- ગુજરાત
ખાસ સુચના:
દાદા ની મૂર્તિને મહિલાઓએ હાથ લગાવવો નહીં
હાથ પગ ધોઈને મંદિરમાં પ્રવેશ કરવો.
દાદા ને ગમે તેટલા પ્રશ્નો પૂછી શકો છો પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું દરેક પ્રશ્નો માટે એક હનુમાન ચાલીસા બોલવી પડશે.
દાદા માટે થાળ કરાવવો હોય ત્યાં તમારે યજ્ઞ કરવો હોય દાન ધર્માદો કરવો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને તમે પૂછી શકશો.